ભાવનગરના રાજવીઓ
ભાવનગર એટલે રાજાશાહીથી રહેતા લોકોનું રાજવી શહેર. આ શહેરનાં લોકોમાં હજુ રાજાઓ પ્રત્યેનો સ્નેહ, સન્માન અને આદર એવોને એવો જ વહે છે. ભાવનગરનાં રાજાઓને પ્રજા દેવ તરીકે પૂજે છે. રાજવીઓએ પણ એવા કાર્યો કર્યા છે કે તેમને પૂજવા જ જોઈએ. તો આવો જાણીએ કેવા હતા ભાવનગરનાં એ રાજવીઓ.....
સૌરાષ્ટ્રમાં નાનાં મોટાં થઈને 282 રજવાડાં છે. તેમાં ભાવનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, ગોંડલ, ધ્રાંગધ્રા અને પોરબંદર સમૃદ્ધ ગણી શકાય. આ બધાં રજવાડાંઓમાં ભાવનગર નોખું તરી આવતું. ભાવનગરને પોતાના રાજ્યમાં જ 410 માઈલની રેલવે લાઈન હતી તથા અન્ય રજવાડાંઓને પણ રેલવે લાઈનથી સાંકળી લીધાં. અહીંના રાજવીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હોવા સાથે સંસ્કારી, ચારિત્ર્યશીલ, માયાળુ અને પ્રજાવત્સલ હતા. પ્રજા પણ તેમના પર અપાર હેત દાખવતી. અંગ્રેજ સલ્તનત પણ ભાવનગર નરેશને 13 તોપોની સલામી આપતી.
ગોહિલવંશ માત્ર ભાવનગર પૂરતો જ નથી રહ્યો. લાઠીના રાજવી કવિ ‘કલાપી’ પણ ગોહિલવંશના હતા. પાળિયાદના ઠાકોર દેપાળ દે પણ ગોહિલ વંશના હતા. રાજપીપળાના રાજવી છત્રસિંહજી પણ ગોહિલ વંશના હતા.
હવે જ્યારે ભાવનગરના ગોહિલ વંશની વાત કરીએ છીએ ત્યારે આ ગોહિલોનો પૂર્વઇતિહાસ જાણવાની જિજ્ઞાસા સહેજે થાય. ગોહિલ વંશના મૂળપુરુષ સેજકજી મારવાડના ખેરગઢથી કાઠિયાવાડ આવ્યા અને જૂનાગઢના રા’ મહીપાલદેવને મળ્યા. ત્યારે રા’એ પાંચાળમાં પાંચ ગામ તેમને આપ્યાં. ત્યાં સેજકજીએ ‘સેજકપુર’ વસાવ્યું. ઉમરાળાથી થોડે દૂર એક સિંહપુર નામે ગામ. કાળક્રમે આ ‘સિંહપુર’ નામનો અપભ્રંશ થઈને શિહોર થઈ ગયું.
ગોહિલોએ પાછળથી શિહોરને પોતાની રાજધાની બનાવી. ગોહિલો સ્થિર થયા. રાજવહીવટ ચલાવવા લાગ્યા. એટલે તેમનામાં રહેલી સંસ્કારક્ષમતા આળસ મરડીને બેઠી થઈ. આના લીધે શિહોરની પ્રજાને પણ સ્થિરતા હાંસલ થઈ.
1630માં હરભમજી ગાદીએ આવ્યા અને બે વર્ષના ટૂંકા ગાળામાં જ 1632માં તેમનું અવસાન થયું.
હરભમજીના પુત્ર અખેરાજજી સગીર હતા. એટલે હરભમજીના નાના ભાઈ ગોવિંદજી ગાદીએ બેઠા અને સ્થિતિ એવી આવી કે ગાદીનો ખરો હકદાર રસ્તે રઝળતો થઈ ગયો. એટલે કચ્છના રાવ ભારમલજીએ અખેરાજજીને કચ્છ તેડાવી લીધા. ભારમલજી તેમના ફુઆ થતા હતા. ભારમલજીએ ઘણી સમજાવટ કરી છતાં ગોવિંદજી ન માન્યા. એટલે રાવ ભારમલજીએ કચ્છી લશ્કર સાથે અખેરાજજીને શિહોર હસ્તગત કરવા મોકલ્યા.
ગોવિંદજીએ ઘણાં વલખાં માર્યાં, પણ ન ફાવ્યા એટલે અખેરાજજીને ગાદી સોંપી દીધી. અને તેમના પૌત્ર ભાવસિંહજી પહેલા ગાદીએ આવ્યા. તેને કારણે સમગ્ર કાઠિયાવાડનાં બધાં રજવાડામાં ભાવસિંહજી આદરપાત્ર બન્યા. મહારાજા ભાવસિંહને શિહોરની રાજધાની સુરક્ષિત ન લાગતાં તેમણે રાજધાની બીજે ખસેડવાનું વિચાર્યંુ. ઈ.સ. 1723માં ભાવસિંહજીના નામે આ નવી રાજધાની ‘ભાવનગર’ નામે ઓળખાઈ અને રાજધાની તૈયાર થતાં રાજગાદી શિહોરથી ભાવનગર ફેરવાઈ.
વખત જતાં ભાવનગરની સમૃદ્ધિ વધવા માંડી, પણ ભાવસિંહજીને માત્ર ભૌતિક સમૃદ્ધિમાં જ રસ ન હતો. આ સમૃદ્ધિ સચવાઈ રહે અને રાજ્યનું ગૌરવ વધે તેવા બૌદ્ધિકોની જરૂર તેમને જણાઈ. એટલે દિગ્ગજ બૌદ્ધિકોને રાજ્યમાં નોતર્યા. આવા બૌદ્ધિકોમાં ખાસ કરીને વડનગરા નાગર બ્રાણ અને પ્રશ્ર્નોરા નાગર બ્રાણ વધારે હતા. રાજ્યનો વહીવટ આવા શુદ્ધ ચરિત્ર અને વહીવટી દક્ષતાવાળા વહીવટદારોને લીધે દીપી ઊઠ્યો. ભાવનગરને મળેલું સંસ્કારનગરીનું બિરુદ આવા ઉપરોક્ત નાગર ગૃહસ્થોને આભારી છે.
ઈ. સ. 1764માં ભાવસિંહજી નિવૃત્ત થયા.
રાજગાદી પર 1765ની સાલમાં જસવંતસિંહજી બિરાજ્યા. તેમના પછી વખતસંગજી આવ્યા. જે ઘણાં શક્તિશાળી રાજવી હતા.
ભાવનગરની ગાદીએ આવનારા દરેક રાજવીઓ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થનારા હતા.
આવા વજેશંગ બાપુના કાર્યકાળ દરમિયાન જ 1847ની સાલમાં શ્રી ગૌરીશંકર ઉદયશંકર ઓઝાએ ભાવનગર રાજ્યનું દીવાનપદું સંભાળ્યું અને કુંડલાના ખુમાણોએ હાદા ખુમાણની આગેવાનીમાં બહારવટું આદર્યંુ. આ હાદા જોગીદાસના ખુમાણના પિતા.
આ બહારવટાની કથા ખરેખર રોમાંચક છે, આપણા મહાકવિ શ્રી ન્હાનાલાલે જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે અને ‘જોગી બહારવટિયો’ કહીને બિરદાવ્યો છે. સ્વ. શ્રી મેઘાણીભાઈ લખે છે, ‘‘ભાવનગર રાજ્યને જોગીદાસે દુશ્મનાવટથી પણ શોભા ચડાવી. વજેશંગ - જોગીદાસની શત્રુ-જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બંનેએ જાણે વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.’’
આમ છતાંય દુ:ખની વાત તો એ છે કે ભાવનગરના ઇતિહાસમાં જોગીદાસને સ્થાન નથી. વજેશંગ ઠાકોર પછી તેમના પુત્ર તખ્તસિંહજી ગાદીએ આવ્યા, પણ તે સગીર હોઈ બ્રિટિશ સરકારે દીવાન ગગા ઓઝા અને એડવર્ડ હોપ પર્સિવળને સંયુક્ત વહીવટ સોંપ્યો. ગગા ઓઝાની કુનેહભરી વહીવટી કુશળતા અને નિ:સ્વાર્થ સેવાને લીધે ભાવનગર રાજ્યને સુંદર વહીવટ મળ્યો. આજે પણ તખ્તેશ્ર્વરની ટેકરી ઉપરનું સુંદર શિવાલય તખ્તસિંહજીની યાદ આપતું દર્શનાર્થીઓથી ઉભરાય છે.
તખ્તસિંહજી પછી તેમના પુત્ર ભાવસિંહજી (બીજા) ભાવનગરની ગાદીએ આવ્યા. સને 1900માં દુષ્કાળ પડ્યો. તે વર્ષ હતું વિક્રમ સંવત 1956નું એટલે એ દુકાળ ‘‘છપ્પનિયો દુકાળ’’ નામે ઓળખાયોટે
સિદ્ધરાજસિંહ ગોહિલ
No comments:
Post a Comment